વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે બાતમીને આધારે ચંદ્રપુર નજીક 100 વારીયા વિસ્તારમાં આરોપી સમીર અબ્દુલભાઇ સિપાઈના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂના 180 મીલી માપના 35 ચપલા કિંમત રૂપિયા 5000 નો જથ્થો કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી સમીર હાજર નહિ મળી આવતા પોલીસે ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.