એલસીબી ટીમે દિઘડિયા અને સ્થાનિક પોલીસે હાઇવે ઉપરથી દારૂ ઝડપી લીધોહળવદ : હળવદ શહેરમાં હાઇવે ઉપર તેમજ દિઘડિયા ગામે વિદેશી દારૂના બે અલગ અલગ દરોડામાં સ્થાનિક પોલીસે હાઇવે ઉપર કારમાં દારૂ લઈને નીકળેલા શખ્સને અને એલસીબી ટીમે દિઘડિયા ગામેથી એક શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં એલસીબી ટીમે દિઘડિયા ગામે દરોડો પાડી આરોપી નરપતસિંહ કલ્યાણસિંહ ઝાલાના રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની નાની - મોટી 120 બોટલ કિંમત રૂપિયા 25,404 ઝડપી લઈ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.જ્યારે બીજા દરોડામાં હળવદ પોલીસે માળીયા - હળવદ હાઇવે ઉપર પરમેશ્વર બંગલો જવાના રસ્તેથી આરોપી હસમત હારૂનભાઈ મકરાણી રહે.મોચી વાડ, હળવદ વાળાને મારુતિ એસક્રોસ કારમાથી વિદેશી દારૂની 10 બોટલ કિંમત રૂપિયા 6960 તેમજ 4.50 લાખની કાર સહિત 4,56,960ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.