મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રંગપર ગામની સીમમાં સત્યમ કાંટા નજીક પુઠાના બોક્સ સગેવગે કરવાની શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહેલા આરોપી હર્ષ બીપીનભાઈ વાછાણી રહે.પ્રભુકૃપા ટાઉનશીપ, મૂળ રહે.ખડીયા, તા.માણાવદર, જિલ્લો જૂનાગઢ અને આરોપી નિશાંત સુરેશભાઈ અઘેરા રહે.ઉમા ટાઉનશીપ, વૈભવ -એ મોરબી વાળાને વિદેશી દારૂ વેટ 69 બ્રાન્ડ સ્કોચ વ્હીસ્કીની 6 બોટલ કિંમત રૂપિયા 10,320 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે ગુંન્હો નોંધ્યો હતો.