મોરબી : મોરબીમાં મણીધર હનુમાનજી મહારાજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 35 વર્ષ પૂર્ણ થતા મંદિર ખાતે ઓમપ્રકાશભાઈ કાબરા પરિવાર દ્વારા તા. 12-4-2025 ને શનિવારના રોજ સુંદરકાંડ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞમાં આચાર્ય પદે શાસ્ત્રી આનંદભાઈ પંડ્યા બિરાજશે. જેમાં સવારે 7 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે. સવારે 10 કલાકે ધ્વજા રોહણ, બપોરે 1 કલાકે યજ્ઞ પુર્ણાહુતી થશે. તેમજ સાંજે 7 કલાકે લોહાણા વિદ્યાર્થી ભુવન, મોરબી નાગરિક બેંકની સામે, રામચોક પાસે, મોરબી ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ યજ્ઞોત્સવનો લાભ લેવા શ્રી મણીધર હનુમાનજી મંદિરના મહંત હરિદાસજી મહારાજ દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.