માળિયા (મિયાણા) : રાસંગપર ગામે આગામી તારીખ 14 એપ્રિલ ને સોમવારના રોજ સમસ્ત ગામ દ્વારા રામજી મંદિરનો તૃતિય પાટોત્સવ યોજાશે. જમાં સવારે 8 થી 12 કલાક દરમિયાન ધુનમંડળ/ગોપીમંડળ દ્વારા ધુન ચાલશે. ત્યારબાદ બપોરે 3 થી 5-30 સુધી શોભાયાત્રા નીકળશે. સાંજે 6 કલાકે મહાઆરતી થશે અને સાંજે 6-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.