વાંકાનેર : વાંકાનેર મુકામે 12 એપ્રિલના રોજ વેલનાથ બાપુ તથા હનુમાન દાદાની જન્મ જયંતી નિમિત્તે વેલનાથ બાપુની પરંપરાગત ભવ્ય શોભાયાત્રા નીકળશે. 12 એપ્રિલે બપોરે 3 કલાકે ગેલ માતાજીના મંદિરેથી શોભાયાત્રા શરૂ થશે. ભુવા પરસોત્તમભાઈ બાવરવાના હસ્તે શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. શોભાયાત્રા ગેલ માતાજીના મંદિરેથી હસનપર, શક્તિપરા, મિલ સોસાયટી, મિલ પ્લોટ, વીસીપરા થઈ ધમલપર નંબર-2 વેલનાથ બાપુના મંદિરે પૂર્ણ થશે. તો આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકોને જોડાવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.