વિવિધ સુવિધાઓ સાથે 9000 ચો.મી. પરિસરમાં નિર્માણ પામેલ કોર્ટ બિલ્ડિંગ શાસ્ત્રોકત વિધિ સાથે ખુલ્લું મુકાયુંટંકારા : ટંકારા તાલુકા મથકે સવા દાયકાથી ભાડાના મકાનમાં કાર્યરત ન્યાયાલયનું પોતાનુ કોર્ટ બિલ્ડીંગ નિમાર્ણ થતા આજે 10 એપ્રિલ ને ગુરૂવારે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ બિરેન વૈષ્ણવના હસ્તે સવારે 9-45 વાગ્યે ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ. ઉદ્દઘાટન સમારોહ પ્રસંગે ટંકારા આર્યસમાજના પ્રાચાર્ય રામદેવ શાસ્ત્રીના આચાર્ય પદે મહર્ષિ ગુરૂકુળના ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે સેસન્સ જજ પંડ્યાના યજમાન પદે સજોડે બિરાજમાન થઈ યજ્ઞ યોજી શાસ્ત્રોક્ત વિધિથી નવા ન્યાયાલય ભવનને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ન્યાયતંત્ર સાથે ખભા મિલાવી ટંંકારા બાર એસોસિયેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં ડીસ્ટ્રીકટ જજ, રેસીડેન્સી કલેકટર, મોરબી મ્યુનિસિપલ કમિશનર, નાયબ પોલીસ અધિક્ષક, મામલતદાર, ચીફ ઓફિસર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કોર્ટ બિલ્ડિંગના ઓપનીંગ પૂર્વે પ્રોટોકોલ મુજબ ચીફ જસ્ટિસને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.ટંકારાના લતીપર હાઇવે પર સર્કિટ હાઉસ પાસે જબલપુર ગામની સીમ વિસ્તારમાં રૂપિયા 10.20 કરોડના ખર્ચે કુલ 9 હજાર ચો.મી. ના વિશાળ કોર્ટ પરિસરમાં કોર્ટનું બિલ્ડિંગ આરસીસી સ્ટ્રકચરમાં 2256 ચો મી. મા કોર્ટનું નિર્માણ થયું છે. અહીંયા સ્ટાફ રૂમ, રેકર્ડ રૂમ ઉપરાંત એડવોકેટોને બેસવાની વ્યવસ્થા સાથે નવું ન્યાય મંદિર આકાર પામ્યું છે.ઉદ્દઘાટન પ્રસંગે બાર એસોસિયેશન- ટંકારાના પ્રમુખ સંજયભાઈ ભાગીયા, સેક્રેટરી અતુલ ત્રિવેદી, ઉપપ્રમુખ રાહુલ ડાંગર, જોઈન્ટ સેક્રેટરી મુકેશ બારૈયા, મહિલા રીપ્રેઝન્ટીવ જોશનાબેન ચૌહાણ, બારના પૂર્વ પ્રમુખ રમેશભાઈ ભાગીયા, પૂર્વ પ્રમુખ પરેશભાઈ ઉજરીયા, બી.વી.હાલા, કલ્પેશ સેજપાલ, જયોતીબેન દુબરીયા, કાનજી દેવડા, દેવજી ચૌહાણ, નિલેશ ભાગીયા, અમીત પ્રવિણચંદ્ર સહિતના બારના સભ્યો દ્વારા હિંદુ શાસ્ત્રોક્ત વિધિથી વૈદિક યજ્ઞનું આયોજન કરવામા આવ્યું હતું યજ્ઞના યજમાન પદે મોરબી જિલ્લા સેન્સસ જજ કમલ પંડ્યાએ સજોડે બિરાજમાન થઈ આહૂતિ આપી આર્યસમાજ સંસ્થાના આચાર્ય રામદેવ શાસ્ત્રીના આચાર્ય પદે ગુરૂકુળના ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ન્યાયમંદિર ખુલ્લુ મુકાયું હતું. આ વેળાએ મોરબી જિલ્લા રેસી.કલેકટર એસ.જે.ખાચર, ડિસ્ટ્રીકટ જજ દિલીપભાઈ મહિડા, ડીવાયએસપી સમીર સારડા, મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, મામલતદાર પી.એન.ગોર, ચીફ ઓફિસર ગીરીશ સરૈયા, મોરબી વકિલ મંડળના પ્રમુખ સી.પી. સોરીયા સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ દિપ પ્રાગટયથી કરાયા બાદ ઉપસ્થિત મહેમાનોનું બાળાઓના સ્વાગતથી વહેતો મૂકવામાં આવેલ. આ તકે, સ્વાગત ઉદબોધનમા ડ્રિસ્ટ્રીકટ જજ દિલીપભાઈ મહિડાએ કોર્ટ બિલ્ડિંગ માટે સરકારના હકારાત્મક અભિગમ થકી ન્યાયતંત્રના બનેલા ભવ્ય ભવનમાં વકિલો, સરકારી અમલદારો સહિતના મદદરૂપ થયા હોવાથી ઝડપી કોર્ટ બિલ્ડિંગનું સ્વપ્ન સિધ્ધ થયાનું જણાવ્યું હતું. લોકાર્પણ અધ્યક્ષ સ્થાનેથી હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ બિરેન વૈષ્ણવે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, પોતે 40 દિવસ પછી નિવૃત્ત થતા હોય પોતાને મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંંકારા ખાતે લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું એ વિદાય પૂર્વે યાદગાર બની રહેશે. મોરબી જિલ્લા યુનિટના જજ હોય જિલ્લાના જજ વકિલોનો હ્યદયથી આભાર વ્યક્ત કર્યો હતો. આભાર વ્યક્ત કરતા ટંકારાના સિનિયર સિવિલ જજ એસ.જી.શેખે પોતાના કાર્યકાળ દરમિયાન નવા ભવન નિર્માણ થયું અને નવા બિલ્ડીંગનો હિસ્સો બની કાર્ય કરવાની મળેલી તક બદલ ચીફ જસ્ટિસ, ડિસ્ટ્રીકટ જજ મહિડા, ટંકારા બાર એસોસિયેશન, સરકારી અમલદારો, કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સહિતને બિરદાવી આભારની લાગણી વ્યક્ત કરી હતી.