વાંકાનેર : વાંકાનેરમાં હોસ્પિટલ રોડ ઉપર બાપુના બાવલા પાસે રાત્રીના 10:30 વાગ્યાના અરસામાં એક ઇલેક્ટ્રોનિક્સ રીપેરીંગની દુકાનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બીજી તરફ હાલ પોલીસની ટિમ ઘટના સ્થળે પહોંચી સ્થાનિકોની મદદથી પાણી નાખી આગ બુઝાવવાના પ્રયત્નો કરી રહી છે.