મોરબીથી એક અને રાજકોટથી ફાયર બ્રિગેડની ત્રણ ટિમો આગ બુઝાવવા કામે લાગીમોરબી : મિતાણા નજીક એક જીનમાં બપોરના સમયે આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ આગ વિકરાળ હોવાથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના મિતાણા ગામથી વાંકાનેર જતા રોડ ઉપર બપોરના સમયમાં ઇન્ડિયન કોટન ઈન્ડસ્ટ્રીઝ નામના જીનમાં આજે બપોરના સમયે કોઈ કારણોસર આગ લાગી છે. આ આગને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. મોરબીથી એક અને રાજકોટથી ત્રણ ફાયર બ્રિગેડની ટિમો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી રહી છે. આ આગને કાબુમાં આવતા કેટલો સમય થશે તે અંગે હજુ કોઈ વિગત સામે આવી નથી.