મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 10 એપ્રિલ ને ગુરુવારના રોજ ઘઉં, કપાસ, તલ, મગફળી, જીરું, ધાણા, સુવાદાણા, મેથી, તુવેર, ચણા, એરંડા, કાળા તલ, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે 3530 ક્વિન્ટલ એટલે કે 17650 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 570 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 358 ક્વિન્ટલ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 4692 રૂપિયા સુધી બોલાયા છે. કપાસના ઉંચા ભાવ 1426 બોલાયા છે. તલના 2000, જીણી મગફળીના પ્રતિમણ 1156, ધાણાના 1321, સુવાદાણાના 1868, મેથીના 870, તુવેરના 1333, ચણાના 1100, એરંડાના 1200, કાળા તલના 5150, રાયના 1150 અને રાયડાના 1064 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 700 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 800 રૂપિયા, ગુવારના 1500 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 120 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 3400 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.