હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે રાજુભાઇ જીલાભાઈ રાજપૂતની વાડીએ ખેતમજૂરી કરતા કરણ નામના શ્રમિકને ફરિયાદી સુરેશભાઈ બાબુભાઇ સોલંકીએ 1700 રૂપિયા ઉછીના આપેલ હોવાથી તે રૂપિયા પરત માંગવા અવાર નવાર કહેવા છતાં રૂપિયા પરત ન આપતા અંતે ફરિયાદી સુરેશભાઈએ કરણ જે વાડીએ કામ કરે છે તે વાડીના માલિક રાજુભાઇ જીલાભાઈ રાજપૂત રહે.ચરાડવા વાળાને ફોન કરતા આરોપી રાજુભાઈએ સુરેસભાઈને ફોનમાં ગાળો આપી ટાંટિયા ભાંગી નાખવા ધમકી આપતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.