મોરબી : મોરબીની માળિયા ફાટક પાસે નેશનલ હાઇવેના બ્રિજ નીચે આજે સાંજના સમયે એક કન્ટેનર ફસાઈ જતા થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ જ સમયે સિરામિકના કર્મચારીઓ છૂટતા હોય, રોજિંદા ટ્રાફિક રહે છે. તેવામાં આ ટ્રક ફસાઈ જતા અડધો રોડ બંધ થઈ જતા ભારે ટ્રાફિક સર્જાયો હતો. જો કે અંદાજે અડધો કલાકથી ટ્રાફિક પોલીસ દ્વારા હાલ ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી ચાલુ છે.