ટંકારા : ગુજરાત રાજ્યમાં દર વર્ષે PSE, જ્ઞાન સાધના, ચિત્રકામ, NMMS, CET, નવોદય વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષીઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં જબલપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે. હાલ ધોરણ-8માં NMMS અને ધોરણ- 5માં CETની પરીક્ષા લેવાઈ હતી. જેમાં જબલપુર પ્રાથમિક શાળામાં NMMS પરીક્ષામાં 18 વિદ્યાર્થીઓમાંથી 17 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ધોરણ-5માં લેવાયેલી CETની પરીક્ષામાં કુલ 28માંથી 17 વિદ્યાર્થીઓએ મેરિટમાં સ્થાન મેળવ્યું છે.ટંકારા તાલુકામાં CET પરીક્ષામાં તાલુકાના પ્રથમ 5 ક્રમાંક મેળનાર વિદ્યાર્થીઓમાંથી જબલપુર પ્રાથમિક શાળાના ત્રણ વિદ્યાર્થીઓ છે. જેમાં સાણજા નક્ષ નિલેશભાઈએ CETની પરીક્ષામાં મોરબી જિલ્લામાં 21મો ક્રમ અને ગુજરાતમાં 401મો ક્રમ મેળવ્યો છે. મહત્વનું છે કે CETની છેલ્લા ત્રણ વર્ષની પરીક્ષાની વાત કરીએ તો વર્ષ 2022-23માં 35, વર્ષ 2023-24માં 27 અને વર્ષ 2024-25માં 17 વિદ્યાર્થીઓએ મેરિટમાં સ્થાન મેળવ્યું હતું.