વાંકાનેર : વાંકાનેર શહેરમાં વિશ્વ નવકાર મંત્ર દિવસ નિમિત્તે આજે તારીખ 9 એપ્રિલના રોજ વાંકાનેર જૈન સંઘ ખાતે નવકાર મંત્રના જાપનું આયોજન કરવામાં આવ્યું હતું. નવકાર મંત્ર દિવસ નિમિત્તે જીવદયા પ્રેમી જૈનો દ્વારા વિશ્વશાંતિ અર્થે મહામુલ્ય નવકાર મંત્રના જાપ રાખી વિશ્વમાં શાંતિ બની રહે એવી ભાવના સાથે સામૂહિક મંત્ર જાપ કરવામાં આવ્યા હતા. જેમાં શ્રેષ્ઠિ મુકેશભાઈ દોશી, કીર્તિભાઈ શાહ, રાજુભાઈ મહેતા, પ્રવીણભાઈ શાહ, અમિનેશભાઈ શેઠ, નયનભાઈ દોશી, નિરવભાઈ દોશી તેમજ સમગ્ર જૈન સમાજના શ્રાવક તથા શ્રાવિકાઓ દ્વારા સમૂહમાં શ્રી નવકાર મંત્રના જાપ કરવામાં આવ્યા હતા.