મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વીસ્તારમાં અવાર નવાર મારામારીના ગુનાઓમા પકડાયેલ પીન્ટુભાઇ નારણભાઇ અજાણા ઉ.વ.૨૫ રહે. ધુનડા(સ) તા.ટંકારા વાળા વિરૂધ્ધ પાસાની પ્રપોઝલ કરાતા ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ દ્વારા પાસા વોરંટ ઇસ્યુ કરતા આ શખ્સને જીલ્લા જેલ ભાવનગર ખાતે ધકેલવામાં આવ્યો છે.