મોરબી : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં 66 જેટલા વિદ્યાર્થીઓનો મેરીટ લિસ્ટમાં સમાવેશ થયો છે. જેમાં સૌથી વધુ લગધીરનગર (નવાગામ) પ્રાથમિક શાળાના 20 વિદ્યાર્થીઓ, ઘૂંનડા (સ) પ્રાથમિક શાળાના 15 વિદ્યાર્થીઓ, લીલાપર પ્રાથમિક શાળાના 11 વિદ્યાર્થીઓ, રવાપર તાલુકા શાળાના 9 વિદ્યાર્થીઓ, જોધપર (નદી) પ્રાથમિક શાળાના 8 વિદ્યાર્થીઓ, જુના લીલાપર પ્રાથમિક શાળાના 3 વિદ્યાર્થીઓ, અદેપર પ્રાથમિક શાળાના 1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. આ મેરીટમાં આવેલા તમામ બાળકોને મોરબી બી.આર.સી. ચિરાગભાઇ એદ્રોજા, રવાપર સી. આર. સી. ભરતભાઈ મોઢવાડીયા અને રવાપર તાલુકા શાળાના આચાર્ય હિરેનભાઈ ઘોરિયાણીએ સન્માનિત કરી અભિનંદન આપ્યા હતા.