સામાકાંઠે રામકૃષ્ણનગર અને વર્ધમાન વચ્ચે પણ નડતરરૂપ બે મકાનો તોડી નખાયમોરબી : મોરબી મહાપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે બે રોડ ઉપર દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સ્ટેશન રોડ અને સામાકાંઠે દુકાનોના દબાણ તેમજ મકાનો ઉપર જેસીબી ફેરવી દેવામાં આવ્યુ છે. મહાપાલિકા દ્વારા દર બુધવારે વન વિક વન રોડ અંતર્ગત આજે સવારે સામાકાંઠે સામાકાંઠે રામકૃષ્ણનગર અને વર્ધમાન વચ્ચે પણ નડતરરૂપ બે મકાનો તોડી નખાયા છે. ત્યારબાદ રેલવે સ્ટેશન રોડ ઉપર 20થી વધુ દુકાનોના છાપરા, ઓટલા, બોર્ડ દૂર કરવામાં આવ્યા છે. આ વેળાએ વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. તેઓ રજુઆત કરવા જતા હતા પણ રજુઆત કરવા દીધી ન હતી. વેપારીઓએ જણાવ્યું કે અમને કોઈ જાણ કરવામાં આવી નથી. અમે વિનંતી કરી કે બે કલાકનો સમય આપવામાં આવે જેથી નુકસાન ન થાય. પણ મહાપાલિકા દ્વારા સમય આપવામાં ન આવ્યો. ઉલ્લેખનીય છે કે રેલવે સ્ટેશન રોડ ઉપર આ ઝુંબેશના શરૂઆતના દિવસોમાં જ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી પણ ફરીથી દબાણો થઈ જતા મહાપાલિકા દ્વારા બીજી વખત આ રોડનો વારો લઈ જેસીબી ચલાવ્યું હતું.