મોરબી : મોરબી તાલુકાની અણીયારી પ્રાથમિક શાળામાં ધોરણ- 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સમ્યક કમલેશકુમાર વાઘેલા ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી CET ની પરીક્ષામાં 120 માંથી 107 ગુણ મેળવી સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમે અને રાજ્યમાં માર્ક્સ પ્રમાણે ચોથો ક્રમ અને મેરીટમાં ઓગણીસમા ક્રમે પાસ થયો છે. આ સિદ્ધિ બદલ અને અણીયારી પ્રાથમિક શાળાનું તથા મોરબી તાલુકાનું ગૌરવ વધારવા બદલ શાળાના આચાર્ય તથા શિક્ષક મિત્રોએ સમ્યક વાઘેલાને અભિનંદન પાઠવ્યા છે. તથા શાળાના અન્ય ત્રણ વિદ્યાર્થીઓ શિવમ ડઢાણીયા, મીત અહલગામા અને સાવન ગડેશિયાએ પણ મેરીટમાં સ્થાન મેળવ્યું છે.