મોરબી : આજે તારીખ 9 એપ્રિલ ને બુધવારના રોજ સાંજે 5-30 કલાકે ટંકારા-પડધરી વિધાનસભા મત વિસ્તારના સક્રિય સદસ્યોનું સંમેલન યોજાશે. ભાજપના 46મા સ્થાપના દિવસ નિમિત્તે આજે મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા મહર્ષિ ટેક્સટાઈલ ગ્રાઉન્ડ ખાતે આ સંમેલન યોજાશે. જેમાં મુખ્ય વક્તા તરીકે ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી. ફળદુ ઉપસ્થિત રહેશે. તો આ સક્રિય સદસ્ય સંમેલનમાં ઉપસ્થિત રહેવા ટંકારા-પડધરી વિસ્તારના ભાજપના સક્રિય સભ્યોને ધારાસભ્ય દુર્લભજી દેથરીયા દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.