ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની અધ્યક્ષતામાં આયોજિત સંમેલનમાં કાર્યકરોને અપાયું માર્ગદર્શન મોરબી : મોરબી ખાતે આજે ટંકારા-પડધરી વિધાનસભાના સક્રિય કાર્યકરોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભાજપના 46માં સ્થાપના દિન નિમિત્તે મોરબીના મહર્ષિ ટેક્સટાઇલ ખાતે ટંકારા- પડધરી વિધાનસભાના સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની અધ્યક્ષતામાં યોજાયું હતું. આ સંમેલનમાં આર.સી.ફળદુ, પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારિયા, ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. તેઓ દ્વારા તમામ કાર્યકર્તાઓને પક્ષ વતી પ્રજા માટે શક્ય તેટલા કામ કરી પ્રજા વચ્ચે જ રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.