વાંકાનેર : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે CET પરીક્ષામાં ભલગામ પ્રાથમિક શાળાના 10 વિદ્યાર્થીઓએ મેરીટમાં સ્થાન મેળવ્યું છે. આ સાથે જ વાંકાનેર તાલુકામાં ભલગામ પ્રાથમિક શાળાએ ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે. આ પરીક્ષામાં સફળતા મેળવનાર તમામ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શન પૂરું પાડનાર શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.