મોરબી : આવતીકાલે તા. 9-4-2025 ને બુધવારના રોજ નવા કામની કામગીરી તેમજ ફીડર સમારકામની કામગીરી કરવાની હોઇ PGVCLના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી જેલ રોડ ફીડર હેઠળના વિસ્તારોમાં સવારે 7:30 થી બપોરના 1 કલાક સુધી વીજકાપ રહેશે. જેમાં વણકરવાસ, રબારીવાસ, વાલ્મિકીવાસ, વજેપર, ફકરી પાર્ક, લીલાપર રોડ આવાસ ક્વાટર્સ, બોરીચા વાસ, ગૌશાળા રોડ, સ્લમ ક્વાટર્સ, કાલિકા પ્લોટ, મતવા વાસ, ખડિયા વાસ, લીલાપર રોડ મફતિયાપરા, મકરાણી વાસ, નીલકમલ સોસાયટી, રામવિજય સોસાયટી, સાત હનુમાન સોસાયટી, સબ જેલ, વાંકાનેર દરવાજા સુધીનો વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. જેની આ ફીડરમાં આવતા તમામ વીજ ગ્રાહકોએ નોંધ લેવી.