માતાના મઢે દર્શન કરવા જતા રાજકોટના બે યુવાનોને નડ્યો હતો અકસ્માતટંકારા : ટંકારામાં હાઇવે ઉપર પોલીસ મથક સામે જ આગળ જતાં ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ ઘુસી ગયેલી સ્વીફ્ટ કારને પાછળથી અન્ય ટ્રકે ટક્કર મારતા કારનો બુકડો બોલી ગયો હતો. જો કે સદનસીબે કારમાં સવાર બે મિત્રોના જીવ બચી ગયા હતા. અકસ્માતની આ ઘટનામાં ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ બે દિવસ પૂર્વે રાત્રીના સમયે ટંકારા પોલીસ મથક સામે જોરદાર અકસ્માત સર્જાયો હતો જેમાં આગળ જતાં ટ્રક ચાલકે બ્રેક મારતા કાર ચાલક એવા ફરિયાદી હિતેશભાઈ પ્રકાશભાઈ ગેરા ઉ.30 રહે. રાજકોટ વાળાઓએ પોતાની કારને બ્રેક મારતા પાછળ આવી રહેલા જીજે - 12 - એટી - 9078 નંબરના ટ્રક ચાલકે ટક્કર મારતા સ્વીફ્ટ કાર બન્ને ટ્રક વચ્ચે બુકડો બોલી ગયો હતો. આ અકસ્માતના કાર સવાર અભિષેક વિનોદભાઈ સાવરાણીને પણ ઇજાઓ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે બન્ને મિત્રો માતાના મઢ કચ્છ ખાતે દર્શન કરવા જતાં હતાં ત્યારે અકસ્માત સર્જાયો હતો. હાલમાં ટંકારા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.