મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 9 એપ્રિલના રોજ મેઇન્ટનન્સની કામગીરી માટે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. વુગા JGY ફીડર તથા માંડલ ખેતીવાડી ફીડર સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી ઘૂંટુ ગામ તેમજ રામકો વિલેજ સોસાયટી વિસ્તારમાં બંધ રહેશે. ઉપર મુજબના ફીડરમાં આવતા તમામ રહેણાક, વાણિજ્ય ખેતીવાડી તેમજ ઔદ્યોગિક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.