મોરબી : રાજધનાળા ગામ સમસ્ત રામાપીર મંદિરના લાભાર્થે રામાધણી ગૃપ દ્વારા રાજ ધનાળા, અમરદીપ પેટ્રોલિયમ, ઓનેસ્ટ હોટેલની પાછળ, રેલવે ફાટકની પાછળ, મા મેલડી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ તા. 11-4-2025થી શરૂ થશે. જેની એન્ટ્રી ફી રૂ. 7,700 રાખવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં ટીમને રૂ. 21,000 હજાર સાથે ટ્રોફી તેમજ વિનર ટીમને રૂ. 41,000 સાથે ટ્રોફી આપવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં LBW સિવાય બધા નિયમો લાગુ પડશે. બધા મેચ 10 ઓવરના રહેશે. જેમાં પાવર પ્લે 3 ઓવરનો રહેશે. એક્શન થ્રો બોલિંગ નહીં ચાલે. 30 મિનિટ મોડી આવનાર ટીમને વોક આઉટ આપવામાં આવશે. એક દિવસમાં એક જ પ્લેયર એક જ ટીમમાં રમી શકશે. અમ્પાયરનો નિર્ણય આખરી રહેશે. ક્વાર્ટર ફાઇનલથી એક ખેલાડી એક જ ટીમમાં રમી શકશે. દરેક મેચમાં મેન ઓફ ધ મેચ આપવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ બેસ્ટમેન આપવામાં આવશે.