મોરબી : વિશ્વ હોમિયોપેથીક દિવસ નિમિત્તે 10 એપ્રિલના રોજ સવાર 9 થી 12:30 કલાક દરમ્યાન જલારામ મંદિર,અયોધ્યાપૂરી મેઈન રોડ મોરબી ખાતે હોમિયોપેથી સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ શાખા મોરબી દ્વારા હોમિયોપેથીના જનેતા ડો. હેનીમેનની જન્મ દિવસ નિમિત્તે હોમિયોપેથીક દિવસની ઉજવણી કરવામાં આવે છે. હોમિયોપેથી જે કોઈ પણ આડ અસર રહિત તથા સરળ અને સચોટ સારવાર પદ્ધતિ છે. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ આમ જનતામાં હોમિયોપેથીનો વધુ ને વધુ પ્રચાર પ્રસાર થાય અને લોકો આવી નિર્દોષ, સરળ અને સસ્તી પદ્ધતિ તરફ વળે અને લોકો તેનો વધુ ને વધુ લાભ લે તે હેતુથી આપણા મોરબી જિલ્લામાં આવેલી સરકારી દવાખાનામાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર દ્વારા ઉપરોક્ત સ્થળ અને સમય સેવા આપશે.