6 ગ્રાન્ટેડ અને 11 સ્વનિર્ભર શાળાઓ ફાયર સેફટીના નિયમ ઘોળીને પી ગઈમોરબી : રાજકોટના ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ રાજ્યભરની સરકારી ખાનગી શાળાઓમાં ફાયરસેફટીના નિયમોનો કડક પણે અમલ કરવા રાજ્ય સરકારે આદેશ કર્યો હોવા છતાં મોરબી જિલ્લાની 6 ગ્રાન્ટેડ અને 11 સ્વનિર્ભર શાળાઓ સહિત કુલ 17 શાળાઓએ ફાયર સેફટીના સાધનો ફિટ ન કરાવ્યા હોવાનું સામે આવતા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ તમામ શાળાઓને આખરી નામું આપી તાત્કાલિક ફાયરસેફટીના સાધનો ફિટ નહિ કરવામા આવે તો શાળાની માન્યતા રદ કરવા ચેતવણી આપી છે.મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કે.એમ.મોતાએ જણાવ્યું હતું કે, સરકારના નિયમોનુસાર અનુસાર 500 ચોરસમીટર ક્ષેત્રફળ અને નવ મીટરથી વધારે ઉંચાઈ ધરાવતી શાળાઓ માટે ફાયર સેફટી અને એનઓસી ફરજીયાત બનાવવામાં આવ્યું છે. દરેક શાળાઓને પુરતો સમય આપવામાં આવ્યો હતો તેમ છતાં મોરબી જિલ્લાની ૦૬ ગ્રાન્ટેડ શાળા અને ૧૧ સ્વનિર્ભર શાળાઓમાં હજુ સુધી ફાયર એન.ઓ.સી લેવામાં આવ્યા ન હોય એ તમામ શાળાઓ સામે કડક કાર્યવાહી માટે નોટિસ ફટકારી રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મોરબી જિલ્લાની આવી 17 શાળાઓને સમયાંતરે ત્રણ - ત્રણ વખત નોટીસ આપવામાં આવી હતી છતાં પણ 17 શાળાઓમાં ફાયર સેફટીની સગવડ ન કરવામાં આવતા ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાય તો બાળકોના ભાવી સાથે ખીલવાડ થાય તેમ હોય આ તમામ શાળાઓને આખરી ચેતવણી રૂપે નોટિસ ફટકારી સમયમર્યાદામા ફાયર એનઓસી મેળવી લેવા તાકીદ કરવામાં આવી છે. સાથે જ આ તમામ 17 શાળાઓને માન્યતા રદ કરવા પણ ચેતવણી આપવામાં આવી હોવાનું નોટિસમાં જાહેર કરાયુ છે.ફાયર સેફટીનો ઉલાળીયો કરનાર શાળાઓ1. ભક્તિ શૈક્ષણિક સંકુલ આમરણ2. ઉમા કન્યા વિદ્યાલય, હળવદ3. રાઉન્ડ ટેબલ સરસ્વતી પ્રાયમરી વિદ્યાલય, હળવદ4. નકલંક વિદ્યાપીઠ, સુખપર, હળવદ5. અજંતા વિદ્યાલય, મોરબી6. નવોદય વિદ્યાલય, ઘુંટુ,મોરબી7. સમજુબા વિદ્યાલય, નાની વાવડી, મોરબી8. સત્ય સાંઈ વિદ્યામંદિર (અંગેજી માધ્યમ),પીપળીયા, માળિયા(મી)9. સત્ય સાંઈ વિદ્યામંદિર, પીપળીયા, માળિયા(મી)10. સંકલ્પ માધ્યમિક વિદ્યાલય, નાની વાવડી, મોરબી11. જ્ઞાનદીપ વિદ્યાલય હડમતીયા, ટંકારા12. જી.પી.હાઇસ્કુલ પીપળીયારાજ, વાંકાનેર13. જુના ઘાંટીલા હાઇસ્કુલ, ઘાંટીલા, માળિયા(મી)14. એમ.જી.ઉ.બી. માધ્યમિક વિદ્યાલય જોધપર નદી, મોરબી15. સી.એમ.જે હાઇસ્કુલ જેતપર, મોરબી16. મહર્ષિ દયાનંદ વિદ્યાલય, ટંકારા17. બી.જે.કણસાગરા હાઇસ્કુલ, નસીતપર, ટંકારા