મોરબી જિલ્લામાં એક વર્ષમાં 28,395 દસ્તાવેજ નોંધાયા,સરકારને રૂ.142 કરોડની આવકમાર્ચ મહિનામાં 3138 દસ્તાવેજની નોંધણી થઇ : ગત વર્ષની તુલનાએ 1257 વધુ દસ્તાવેજ નોંધાયામોરબી : સિરામિક નગરી મોરબીમાં હાલમાં તમામ ઉદ્યોગોમાં મંદીનું મોજું પ્રવર્તી રહ્યું હોવા છતાં પણ વર્ષ 2024-25માં રિયલ એસ્ટેટક્ષેત્રે તેજી-તેજીનો માહોલ જોવા મળ્યો છે. મોરબી નોંધણી નિરીક્ષક કચેરીના સત્તાવાર આંકડા મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં ગત વર્ષની તુલનાએ 1257 દસ્તાવેજ વધુ નોંધાયા હતા. જો કે, વધુ દસ્તાવેજની નોંધણી પાછળ રિયલ એસ્ટેટની તેજીના બદલે જંત્રીદરના વધારાનો હાઉ હોવાનું પણ જાણકારો જણાવી રહ્યા છે,મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીઓમા એપ્રિલ 2024થી માર્ચ 2025 દરમિયાન મોરબીમાં 28,395 દસ્તાવેજની નોંધણી થઈ હતી જેમાં સૌથી વધુ દસ્તાવેજ માર્ચ-2025 મા 3138 દસ્તાવેજની નોંધણી થઈ હતી. મોરબીમાં દસ્તાવેજની નોંધણી બદલ સરકારને સ્ટેમ્પ ડ્યુટીની અને રજીસ્ટ્રેશન ફીની કુલ મળી રૂપિયા 142 કરોડથી વધુની આવક થઈ હતી.મોરબી જિલ્લામાં દર મહીને સરેરાશ 2000 જેટલા દસ્તાવેજની નોંધણી થાય છે. ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં સરેરાશ 2300થી વધુ દસ્તાવેજની નોંધણી થઇ હતી. જેમાં નવેમ્બર માસમાં તહેવારોને પગલે સૌથી ઓછા 1661 દસ્તાવેજ નોંધાયા હતા. વર્ષ 2024 - 25મા સરકારને નોંધણી ફી અને સ્ટેમ્પ ડ્યુટી રૂપે કુલ મળી રૂ.142 કરોડ 52 લાખ13 હજાર 626ની આવક થવા પામી હતી.મોરબી જિલ્લામાં નોંધાયેલ દસ્તાવેજમહિનો નોધાયેલ દસ્તાવેજ સ્ટેમ્પ ડ્યુટી આવક નોંધણી ફીએપ્રિલ- 1946 રૂ. 8,65,63,587 રૂ. 1,37,96,120મે- 2554 રૂ. 10,39,11,574 રૂ. 1,49,42,370જુન- 2414 રૂ. 9,62,27,935 રૂ. 1,45,12,276જુલાઈ- 2685 રૂ. 11,48,87,292 રૂ. 1,66,76,780ઓગસ્ટ- 2223 રૂ. 10,42,39,297 રૂ. 1,46,89,812સપ્ટેમ્બર - 2190 રૂ. 8,43,84,852 રૂ. 1,28,27,230ઓકટોમ્બર- 2510 રૂ. 10,48,63,315 રૂ. 1,75,51,894 નવેમ્બર - 1661 રૂ. 6,52,89,426 રૂ. 1,05,77,265ડીસેમ્બર- 2292 રૂ. 10,32,46,395 રૂ. 1,55,08,341જાન્યુઆરી- 2624 રૂ. 11,43,81,716 રૂ. 1,76,05,652ફેબ્રુઆરી- 2158 રૂ. 10,20,47,545 રૂ. 1,58,45,485માર્ચ - 3138 રૂ. 15,54,71,609 રૂ. 2,51,65,851 Total - 28395 રૂ. 123,55,14,543 18,96,99,083