ટંકારા : ટંકારા - લતીપર હાઇવે ઉપર હીરાપર નજીક જીજે - 12 - બીએક્સ - 2038 નંબરના કન્ટેનર ટ્રક ચાલકે અચાનક કન્ટેનર ટ્રક વળાંક વાળી રોડ ઉપર ચડાવતા જીજે - 36 - એઇ - 6204 નંબરના બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક જીગેશભાઈ મહેન્દ્રભાઈ પંડ્યા રહે.નાગનાથ શેરી, દરબારગઢ પાસે, મોરબી વાળાને પગમાં ઇજાઓ પહોંચતા અકસ્માતની આ ઘટના અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.