મામલતદાર મિલકતની ફેનસિંગ દૂર કરાવતા હતા ત્યારે 10 શખ્સોએ કર્યો હુમલોવાંકાનેર : વાંકાનેર શહેરમાં લક્ષ્મીપરા સોસાયટી વિસ્તારમાં રાજકોટની બેંકના રિકવરી કર્મચારીઓ પોતાની કામગીરી માટે ગયા હતા ત્યારે મામમતદાર ફેનસિંગ દૂર કરવાની કામગીરી કરાવતા હતા ત્યારે દસ આરોપીઓએ એક સંપ કરી બેંકના કર્મચારીઓ ઉપર હુમલો કરી મોબાઈલ ઝુંટવી લેવાની સાથે એક કર્મચારીના ચશ્માં તોડી શર્ટ ફાડી નાખતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ જીવન કોમર્શિયલ બેંકના રિકવરી મેનેજર આબીદભાઈ નુરુદિનભાઈ ભારમલ રહે.રાજકોટ વાળાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં દસ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.5ના રોજ તેઓ વાંકાનેર લક્ષ્મીપરા સોસાયટી ખાતે બેંકની રિકવરીની કામગીરી માટે ગયા હતા ત્યારે કોર્ટના હુકમથી અમીભાઈ અલાઉદિનભાઈ ખોરજીયાની મિલકતમાં કરવામાં આવેલ ફેનસિંગ મામલતદાર વાંકાનેર દૂર કરાવતા હતા ત્યારે આ દસ આરોપીઓએ હુમલો કર્યો હતો.વધુમા બેંકના રિકવરી અધિકારી આબીદભાઈએ ફરિયાદમાં આરોપી (૧) હુશેનભાઇ અલીભાઇ અમરેલીયા (૨) તૌફીક ઇસુબભાઇ અમરેલીયા (૩) ફૈજાન હનીફભાઇ અમરેલીયા (૪) વસીમભાઇ અબાભાઇ અમરેલીયા રહે.ચારેય લક્ષ્મીપરા વાંકાનેર (૫) તૌસીફ હુશેન અમરેલીયા (૬) તનવીર બાબાભાઇ અમરેલીયા (૭) મસીરાબેન તૈસીફભાઇ અમરેલીયા (૮) જમીલાબેન હુશેનભાઇ અમરેલીયા (૯) રહીમભાઇ મુલ્તાની રહે.ચંદ્રપુર અને (૧૦) અયાન વસીમભાઇ અમરેલીયા વિરુદ્ધ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે આ તમામ આરોપીઓએ લાકડી અને કાતર જેવા હથિયાર વડે હુમલો કરી ઢીકા પાટુનો માર મારી સાહેદ ચેતનભાઈનો મોબાઈલ ઝુંટવી લીધો હતો તેમજ બ્રિજેશભાઈના ચશ્માં તોડી નાખી ફરિયાદીને ઇજા પહોંચાડી શર્ટ ફાડી નાખ્યો હતો. બનાવ અંગે સીટી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.