300 જેટલા લોકોએ શિબિરમાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવ્યુંટંકારા : ટંકારા યોગ ટીમ દ્વારા તારીખ 4 થી 6 એપ્રિલ સુધી ત્રિદિવસીય ઈન્ટિગ્રેટેડ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોગ અનુસાર યોગ થકી અનેક નગરજનોએ જોડાઈને શિબિરનો લાભ લીધો હતો. ટંકારા યોગ ટીમે નિઃશુલ્ક ત્રિદિવસીય ઈન્ટિગ્રેટેડ યોગ અભ્યાસ શિબિર, રોગાનુસાર યોગ મહા અભિયાન શિબિરમાં લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.તારીખ 4 થી 6 એપ્રિલ દરમિયાન ટંકારાના આર્ય ગુરુકુલ મહાલય ખાતે સવારે 5-30 થી 7-30 સુધી આ યોગ શિબિર યોજાઈ હતી. જેમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત 300 નગરજનોએ આજની બદલાતી જતી અતિ આધુનિક લાઇફ સ્ટાઇલ અને બગડતું જતું ખાન-પાન, યુવાવસ્થામાં જ આળસ, સુસ્તી, તણાવ, અનિદ્રા થકી શરીર અનેક રોગોનું ઘર બનેલ છે ત્યારે આ સમસ્યાથી બચવા પોતાનું શારીરિક, માનસિક અને આધ્યાત્મિક બળ વધારીને સુખ-શાંતિને પામી શકે એ તરફ કદમ વધાર્યો હતો. આ તકે દક્ષિણ સૌરાષ્ટ્રના પ્રભારી વિનોદભાઈ શર્મા (યોગગુરુ) દ્વારા પ્રથમ દિવસે થાઈરોઈડ, બીજા દિવસે મોટાપા અને ત્રીજા દિવસે ડાયાબિટીસ, કમર દર્દ, સંધિવા વગેરે જેવા જુદા જુદા રોગમાં કેવા યોગ કરવા તેમજ કેવું ખાનપાન રાખીએ તો શરીર તંદુરસ્ત રહે એના માટે ટ્રેનિંગ આપી હતી. યોગ ટીમની ત્રિદિવસીય શિબિરમાં સ્લોગન ગ્રુપ બેચરભાઈ પટેલ, ખજૂરા રિસોર્ટ બળવંતભાઈ પટેલ, બાલાજી પોલિપેક જગદીશ પનારા, બહુચર મંડપ સર્વિસ નયનભાઈ, આઝાદ ડીજે ઈમરાનભાઈ, સમીર લાઈટ ડેકોરેશન, ચામુંડા પ્રિન્ટિંગ પ્રેસ ભાવેશભાઈ, ગાયત્રી સ્ટુડિયો સંજયભાઈ નગવાડીયા, ડો. વી. બી. ચિખલિયા તેમજ સાગરભાઈ રામાવતનો સહયોગ મળ્યો હતો. આ ઉપરાંત મામલતદાર પી.એન. ગોર, ગુરૂકુલ આચાર્ય રામદેવજી, ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટ અંદરપા, એડવોકેટ એન્ડ નોટરી સંજય ભાગીયા, હસમુખ પટેલ ઉત્તમ ગ્રુપ, સતિષ પટેલ આરએસએસ, દેવકુમાર પડસુંબિયા આર્ય સમાજ ત્રણ હાટડી, જ્યોત્સનાબેન ઘોડાસર આર્ટ ઓફ લિવિંગ, અસ્મિતાબેન ગામી ઓરપેટ વિધાલય, ચેતન ભાગીયા કન્યા પ્રાથમિક શાળા, યોગીરાજસિંહ જાડેજા રાષ્ટ્ર નવનિર્માણ સંઘ પ્રમુખ રૂપસિંહ ઝાલા ભાજપ મહામંત્રી, જીગ્નેશભાઈ પંડિત યોગ કોચ મોરબી, ટાંક શૈલેષભાઈ સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર, દેવરાજ સંઘાણી સહિતના ગણમાન્ય સદસ્યો શિબિરમાં જોડાયા હતા.