માળિયા (મિયાણા) : સરવડ ગામે તા. 4-5 અને 6 એપ્રિલના રોજ ત્રિદિવસીય રામચંદ્રજી મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય આચાર્ય શાસ્ત્રી કપિલભાઈ મહેતા (શોલા ભાગવત વિદ્યાપીઠ તથા જામનગર પાઠશાળા)ના ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવમાં પ્રથમ દિવસે તા. 4-4-2025 ને શુક્રવારના રોજ ગણપતિ પૂજન, સ્વસ્તિ પુણ્યા વાચન, માતૃકા પૂજન, આયુષ્ય મંત્ર, વૈશ્વ દેવ સંકલ્પ, જલ યાત્રા, સ્થાપિત દેવી દેવતાઓની પૂજા, ગૃહ સ્થાપન, અગ્નિ સ્થાપન, ગૃહ શાંતિ યજ્ઞ યોજાયો હતો. તા. 5ના રોજ સ્થાપિત દેવી દેવતાઓનું પૂજન, પ્રાસાદ વસ્તુ અઘોરહોમ શાંતિક પૌષ્ટિક હોમ, શોભાયાત્રા, નગરયાત્રા, તા. 6 ને રવિવારના રોજ જલાધીવાસ, સ્નપન વિધિ, ન્યાસ વિધિ, નેત્રોન્મિલન પ્રતિષ્ઠા ન્યાસ વિધિ, ધર્મસભા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.