ટંકારા : 5 જુલાઈ 2020ના રોજ ચાલું થયેલ ટંકારા પુસ્તક પરબે 6 એપ્રિલ 2025ના રોજ નિ:શુલ્ક 52મું પરબ યોજાયું હતું. માતૃભાષા અભિયાન, અમદાવાદના સહયોગ અને માર્ગદર્શન હેઠળ ચાલતું આ પરબ દર મહિનાના પહેલા રવિવારે કુમાર તાલુકા શાળા ખાતે સવારે 9 થી 11 વાગ્યા સુધી લોકો માટે ખુલ્લુ મૂકવામાં આવે છે. જેમાં લોકો વિનામૂલ્યે વાંચવા માટે પોતાના મનપસંદ ગુજરાતી સાહિત્યક, આધ્યાત્મિક, સ્પર્ધાત્મક, પ્રેરણાત્મક અને જીવનપ્રસંગો જેવા પુસ્તકો ઘરે લઈ જઈ શકો છો. જે વાંચીને તમારે એક મહિનામાં પરત કરવાના હોય છે. ગુજરાતી સાથે હિન્દી અને અંગ્રેજી પુસ્તકો નો પણ સમાવેશ થાય છે.52માં પુસ્તક પરબ નિમિત્તે 92 જેટલા લોકો પુસ્તકો વાંચવા માટે લઈ ગયા હતા. આ પુસ્તક પરબનું આયોજન ધવલભાઈ દેસાઈ, ચેતનભાઈ સાપરીયા, ડો. પુજાબેન મેંદપરા, માનસીબેન સોલંકી, ડો. નિપાબેન મેંદપરા, હેતલબેન વરુ, પ્રકાશભાઈ ખટાણા, પુનમબેન બાલધા, અમિતભાઈ કોરિંગા, ગીતાબેન સાંચલા, કલ્પેશભાઈ ફેફર, મીરાબેન ભોરણીયા, આર્યનભાઈ જાની દ્વારા નિયમિત દર મહિનાના પહેલા રવિવારે કરવામાં આવે છે.