મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા છેલ્લા એક સપ્તાહમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશકર્તા કુલ ૩૨ વેપારીઓ અને ગંદકી કરતા ૪૨ આસામીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરમાં તા. ૦૨/૦૩/૨૦૨૫ થી ૦૮/૦૪/૨૦૨૫ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશકર્તા કુલ ૩૨ આસામી પાસેથી રૂ. ૩૦,૬૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ હતો. ગંદકી કરતા ૪૨ આસામી પાસેથી રૂ. ૧૮૦૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ હતો. આ ઉપરાંત ઓપન યુરીનેશન કરવા બદલ ૩ આસામીઓ પાસેથી રૂ. ૫૦૦/-તેમજ જાહેરમાં કચરો સળગાવતા ૪ આસામીઓ પાસેથી રૂ. ૪૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તેમ ડેપ્યુટી કમિશ્નર(પ્રોજેકટ)ની યાદીમાં જણાવાયું છે.