વાંકાનેર : રામ નવમીનાં દિવસે ભગવાન રામ અને ભગવાન સ્વામિનારાયણનું પણ પ્રાગટ્ય થયું હોય આ દિવસે ઠેર ઠેર બન્ને ઉજવણી ભાવભેર કરવામાં આવે છે. ત્યારે વાંકાનેરનાં રાજકોટ રોડ પર આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે રાત્રે 10 કલાકે ભગવાન સ્વામિનારાયણનાં પ્રાગટય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમ્યાન ધૂન, પ્રાર્થના, કિર્તન, ભગવાન સ્વામિનારાયણનાં લીલા ચરિત્રો, પ્રાસંગિક વક્તવ્યો, અને આરતી, પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો હરિભક્તોએ ધર્મ લાભ લીધો હતો. આ સમગ્ર આયોજન સફળ બનાવવા મંડળ સંચાલક જયેશભાઈ રામાણી, હંસાબેન રામાણી, સમીતભાઈ ત્રિવેદી, સહિતનાં હરિભક્તોએ જહેમત ઉઠાવી હતી.