ટંકારા : ટંકારા નગરપાલિકા દ્વારા ટંકારા શહેરની લતીપર ચોકડી અને ખિજડીયા ચોકડી નજીક ખડકાયેલા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા 150 કરતા વધુ દબાણકર્તાને નોટિસ આપ્યા બાદ ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, નગરપાલિકા વહિવટદાર અને ટંકારા મામલતદાર ગોર, ટંકારા પોલીસ ઈન્સ્પેક્ટર કે. એમ. છાસિયા અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ફિલ્ડમાં ઉતર્યા છે.જેમાં 6 જીસીબી, 4 ટ્રેક્ટર સાથે નગરપાલિકાની ટીમ સવારથી દબાણ હટાવવાની કામગીરી કરી રહી છે. ખુલ્લી જગ્યા પર રાજકોટ-મોરબી રોડ ઉપર શહેરી રોડ નિર્માણ કરવામાં આવશે. જેથી ટ્રાફિક અને આવાગમનની સુચારું વ્યવસ્થા થશે. નાના ધંધાર્થીઓને રોજગાર મળી રહે તે માટે હોકર્સ ઝોન જાહેર કરી દુકાનદારો તથા રાહદારીઓને અડચણરૂપ ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.