19 વર્ષીય દીકરીનો જીવ ગયો, માતા હાલ સારવાર હેઠળ : આપઘાત કરવા પાછળનું કારણ અકબંધમોરબી : મોરબીના માતા-પુત્રીએ મચ્છુ-3 ડેમમાં ઝંપલાવ્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં પુત્રીનું મોત નીપજ્યું છે જ્યારે માતા હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર અવધ સોસાયટીમાં રહેતા કંચનબેન વિનોદભાઈ બોપલિયા (ઉ.વ.50) અને તેમની દીકરી કુંજનબેન વિનોદભાઈ બોપલીયા (ઉ.વ. 19)એ આજે બપોરે 12:30 વાગ્યાના અરસામાં મંદિર પાસેથી મચ્છુ-3 ડેમમાં ઝંપલાવ્યું હતું. આ મામલે જાણ થતાં તુરંત જ પોલીસની ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પુત્રી કુંજનબેનનું આ બનાવમાં મોત થયું છે. જ્યારે તેમના માતા કંચનબેન હાલ સિવિલમાં સારવાર હેઠળ છે. માતા-પુત્રીએ આપઘાત કરવા માટે આ પગલું કેમ ઉઠાવ્યું તેની પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી ફિરોઝભાઈ સુમરાએ આગળની તપાસ ચલાવી છે.