મોરબી : અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત ગર્ભ સંસ્કાર એટલે આવનારા બાળકના ગુણોને પાયામાંથી શીખ અપાવી આપણા શાસ્ત્રોમાં 16 સંસ્કારની વાત કરવામાં આવી છે, તેમાનો એક સંસ્કાર એટલે ગર્ભ સંસ્કાર. જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતી તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકાર એસ. સી. ભટ્ટ સાહેબના માર્ગદર્શન અંતર્ગત અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરૂ કરવામાં આવેલ છે.આજ રોજ તા. 7-4-2025ના રોજ મોરબી ઘટક-2ના ભરતનગર સેજાના અમરનગર ગામે રામજી મંદિર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગર્ભ સંસ્કાર વિધીમાં 10 સગર્ભા બહેનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમામાં મોરબી ઘટક-2ના સીડીપીઓ, ભરતનગર PHC સેન્ટરના મેડિકલ ઓફિસર તથા આરોગ્ય સ્ટાફ, અમરનગર ગ્રામ પંચાયતના સરપંચશ્રી/મંત્રી, સ્કુલના આચાર્ય, મુખ્ય સેવિકાઓ, આંગણવાડીના વર્કર બહેનો તથા હેલ્પર બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અને સગર્ભા બહેનોને પોષણ અને આરોગ્ય બાબતે સુચનો આપ્યા હતા. આ કાર્યક્રમમાં દાતા સરપંચ રવીભાઇ, મંત્રી ગોપાલભાઇ, મણી સાહેબ, દિગ્વિજયસિંહ દ્વાર સગર્ભા બહેનો માટે પૌષ્ટિક કીટ(ચોખા ઘીની સુખડી અને દાળીયા)નું વિતરણ કરવામાં આવ્યું હતું.