ટંકારા : ગુજરાત સરકારના પ્રોજેક્ટ અભિમન્યુ અંતર્ગત મોરબી જિલ્લા વિકાસ અધિકારીની સુચના અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસ ICDS મોરબીના માર્ગદર્શન હેઠળ ICDS ઘટક ટંકારા દ્વારા ગર્ભ સંસ્કાર કાર્યક્રમ સફળ બનાવવાના હેતુસર તમામ આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રોજેક્ટ અભિમન્યુનું પ્રોપર ઈમ્પલિમેન્ટેશન થાય તે અર્થે ગર્ભ સંસ્કાર વિશે ગાયનેકોલોજિસ્ટ ડો. હર્ષાબેન દ્વારા સગર્ભાનું ગર્ભ સંસ્કાર, તેનું મહત્વ, આવનારી પેઢી માટે ફાયદા, બાળક, માતા અને સમાજને ફાયદા, પૌષ્ટિક આહાર, આરોગ્ય સેવાઓ, યોગ, મેડીટેશન, સંગીત, રમતગમત, માતા-બાળકનો સંવાદ વગેરે બાબતોથી થતાં ફાયદા વિશે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ટંકારા CDPO તેજલ દેકાવાડીયા અને ટંકારા ICDS સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.