મોરબી : મોરબી જિલ્લાના કોયલી ગામના વતની મોહિતભાઈ કુંભારવાડિયાને ASIમાંથી PSI તરીકેનું પ્રમોશન મળ્યું છે. મૂળ કોયલીના અને હાલ રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મોહિતભાઈ કુંભારવાડિયાનું ASIમાંથી PSI તરીકે પ્રમોશન થયું છે.તાજેતરમાં રાજ્યના ડીજી વિકાસ સહાય દ્વારા રાજ્યના 260 ASIને PSI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે જેમાં મોહિતભાઈ કુંભારવાડિયાનો પણ સમાવેશ કરાયો છે. બઢતી સાથે તેઓને પશ્ચિમ કચ્છ-ભુજમાં બદલી કરવામાં આવી છે. આમ ASIમાંથી PSI બનીને મોહિતભાઈ કુંભારવાડિયાએ કોયલી ગામ અને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.