મોરબી : અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા રાજપૂત ઈતિહાસ જ્ઞાન કસોટીનું મોરબી જિલ્લા સહીત સમગ્ર ગુજરાતભરમાં આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કુલ 100 માર્ક્સનાં પ્રશ્નપત્રમાં 50 જેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ કસોટીમાં 300થી વધારે પરીક્ષાર્થીઓએ ઉત્સાહ ઉમંગભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પ્રમુખ જયવંતસિંહ જાડેજા, નિરુભા ઝાલા, પ્રદેશ મહામંત્રી અને યુવા પાંખના ઉદયસિંહ જાડેજા, મહિલા વિંગના જયશ્રીબા, યોગિતાબા ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રકારની પરીક્ષાનો મુખ્ય ઉદ્દેશ વિસરાતી જતી ભારતીય સંસ્કૃતિ અને વિરાસત અને ક્ષત્રિય સમાજના ઐતિહાસિક ગૌરવ રૂપ અનેક કીવનદંતી સમાન ઐતિહાસિક ગાથા વિસરાતી જાય છે. જેને પુનઃ ઉજાગર કરવાના પ્રેરક પ્રયાસના ભાગ રૂપે આ પ્રેરક આયોજન કરવામાં આવ્યું હોવાનું મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવાસંઘના પ્રમુખ જયવંતસિંહ જાડેજા અને નિરુભા ઝાલા અને મહિલા સંઘના જયશ્રીબા અને યોગિનીબા અને ટીમે આ તકે જણાવ્યું હતું.