મોરબી : મોરબી જિલ્લા ખેલ મહાકુંભ 2025 ટેબલ ટેનિસ સ્પર્ધા તારીખ 16 જાન્યુઆરી 2025ના રોજ ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે યોજાઈ હતી. જેમાં સિનિયર એડવોકેટ પી. આર. પરમાર સિંગલ્સ અને ડબ્લસ બંને ઇવેન્ટમાં પ્રથમ નંબરે વિજેતા બન્યા હતા. હવે આગામી રાજ્ય કક્ષાનો ખેલમહાકુંભ ભાવનગર ખાતે યોજવાનો હોય ત્યારે સિનિયર એડવોકેટ પી. આર. પરમાર મોરબી જિલ્લાનું રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. ત્યારે પી.આર.પરમાર મોરબીનું નામ રોશન કરે તે બદલ તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.