શોભાયાત્રા રાત્રીના 12 વાગ્યે રામમહેલ મંદિરે પહોંચશે, ત્યાં ભવ્ય મહાઆરતી યોજાશેમોરબી : દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રાનું આજે સાંજે સર્કિટ હાઉસથી પ્રસ્થાન થયું છે. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને જય શ્રી રામના નારા લગાવી મોરબીને રામમય બનાવી દીધું છે. રામનવમીની આ શોભાયાત્રામાં 12થી વધુ વિવિધ ફ્લોટ્સ છે. મોરબી શહેરના મુખ્ય માર્ગો પર આ શોભાયાત્રા નીકળી રહી છે. શોભાયાત્રાના રૂટ પર હિંદુ સમાજ દ્વારા સ્ટેજ ઉભા કરવામાં આવ્યા છે. શોભાયાત્રામાં 10થી વધુ સ્કૂલ પોતાના ટેબ્લો સાથે જોડાયા છે. શોભાયાત્રા દરમિયાન રાભે 8-30ની આસપાસ બાપા સીતારામ ચોક ખાતે આરતી કરવામાં આવશે અને રાત્રે 12 વાગ્યે શોભાયાત્રા પૂર્ણ થયે રામ મહેલ મંદિર ખાતે આરતી કરવામાં આવશે.આ શોભાયાત્રામાં મોરબી જિલ્લાના તમામ હિંદુ સમાજના સંગઠનો જોડાયા છે. આ શોભાયાત્રાનું આયોજન પણ સમગ્ર હિંદુ સંગઠનો અને સમસ્ત હિંદુ સમાજ દ્વારા જ કરવામાં આવ્યું છે. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ રામ મહેલ મંદિરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.