બાળકના શ્વાસોશ્વાસ બંધ થઈ ગયા હતા, બાળ રોગ વિભાગની ટીમે બે દિવસ સારવાર આપી : બાળક સંપૂર્ણ સ્વસ્થ થઈ જતા રજા અપાઈમોરબી(પ્રમોશનલ આર્ટિકલ) : 8 વર્ષના બાળકને ઝેરી જનાવર કરડી ગયા બાદ બેભાન અવસ્થામાં આયુષ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીંના બાળ રોગ વિભાગની ટીમે સફળ સારવાર કરી બાળકને બે જ દિવસમાં સ્વસ્થ કરી દીધો હતો. 8 વર્ષના બાળકને રમતા રમતા હાથમાં કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું. ત્યાર બાદ તેને ખેંચ આવી હતી અને અર્ધ ભાન અવસ્થા થઈ ગયેલ હતી. ત્યાર બાદ બાળકને આયુષ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. ત્યાં તપાસ કરતા જણાયું કે બાળક બેભાન અવસ્થામાં હતું અને શ્વાસોશ્વાસ બંધ થઈ ગયેલ હતા. આયુષ હોસ્પિટલની બાળરોગ વિભાગની ટીમે તાત્કાલિક સારવાર ચાલુ કરી દીધેલ હતી અને તેને શ્વાસના મોટા મશીન (વેન્ટિલેટર) પર રાખવામાં આવેલ હતું. બે દિવસની સઘન સારવાર બાદ બાળકની તબિયત નોર્મલ થઈ ગયેલ હતી. એટલે બાળકને તંદુરસ્ત જાહેર કરી રજા આપવામાં આવી હતી. આયુષ હોસ્પિટલની સફળ સારવાર બાદ દર્દીના પરિવાર દ્વારા હોસ્પિટલનો આભાર માનવામાં આવ્યો હતો. તેમ આયુષ હોસ્પિટલની યાદીમાં જણાવાયું છે.