કાલે શોભાયાત્રા દરમિયાન 1 ડીવાયએસપી, 5 પીઆઇ, 6 પીએસઆઈ અને 170 પોલીસ સ્ટાફ તથા જીઆરડીનો બંદોબસ્ત હશેમોરબી : મોરબીમાં રામનવમીને લઈ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં આજે શોભાયાત્રાના રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. આ વેળાએ મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ જોડાયો હતો. મોરબીમાં આવતીકાલે રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે આ ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે પોલીસ દ્વારા આજે ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. આ વેળાએ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યુ કે આવતીકાલે રામનવમીની ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય અને કાયદો - વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સજ્જ છે. આવતીકાલે મોરબી શહેરમાં 1 ડીવાયએસપી, 5 પીઆઇ, 6 પીએસઆઈ અને 170 પોલીસ સ્ટાફ તથા જીઆરડીનો બંદોબસ્ત રહેશે. ડ્રોન- વીડીયોગ્રાફી પણ થશે. લોકોને પણ અપીલ છે કે શાંતિપૂર્ણ વાતાવરણ જળવાય રહે અને કાયદાનો ક્યાંય ભંગ ન થાય તેની તકેદારી રાખે.