મોરબી : રાજ્ય સરકાર દ્વારા ધોરણ 8 માં લેવામાં આવેલી NMMS 2024-25 ની સ્પર્ધાત્મક પરીક્ષામાં મોરબીની નાની વાવડી કુમાર પ્રાથમિક શાળાનું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. નાની વાવડી કુમાર પ્રાથમિક શાળામાંથી 17 વિદ્યાર્થીઓએ NMMS ની પરીક્ષા આપી હતી. જેમાંથી 15 વિદ્યાર્થીઓ સારા માર્કસથી પાસ થઇ શાળાને 88 % પરિણામ અપાવ્યું છે. જેમાં સુરેશ ધનજીભાઈ ઉભડિયાએ 137 માર્કસ સાથે પાસ થઈ શાળાને ગૌરવ અપાવ્યું છે. આ તકે પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર અને ગ્રામજનોએ ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા છે.