મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સ્વૈચ્છીક/રદ્દ થઈને ખાલી પડેલા 35 આવાસ માટે વેઈટીંગ લિસ્ટ ઓપરેટ કરીને આવાસ ફાળવવામાં આવશે.પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત EWS-1 પ્રકારના નિર્માણ પામેલા 680 આવાસ પૈકી 35 આવાસ સ્વૈચ્છિક/રદ્દ થઈને ખાલી છે તેનું વેઈટીંગ લિસ્ટ અને વેઈટીંગ લિસ્ટ લાભાર્થીની નામાવલી પ્રસિદ્ધ કરવામાં આવી છે. તેવા તમામ લાભાર્થીઓને 8 એપ્રિલ, 2025 ને મંગળવારે કચેરીના કામકાજના સમયે મોરબી મહાનગરપાલિકા કચેરી, આંબેડકર ભવન, ગાંધી ચોક, મોરબીના આવાસ વિભાગમાં ડોક્યુમેન્ટની નકલ સાથે રાખી રૂબરૂ આવવા જણાવાયું છે.આ વેઈટીંગ લિસ્ટ 35 આવાસ માટે જ ઓપરેટ કરવાનું હોય જેથી કચેરી દ્વારા ખાલી પડેલા મકાનો સામે બે ગણા લાભાર્થીઓને બોલાવાયા છે. પરંતુ યોજનાલક્ષી તમામ ડોક્યુમેન્ટ રજૂ કરનાર નોટીશ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરેલી નામાવલી પૈકીના પ્રથમ 35 લાભાર્થીને અગ્રતા આપવામાં આવશે. પરંતુ તેમાંથી કોઈ ડોક્યુમેન્ટ પૂર્તતા ન કરી શકે તો તેવા કિસ્સામાં ક્રમશઃ વેઈટીંગ ઓપરેટ કરી નિયમ અનુસારની આવાસ ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.