મોરબી : સૂર્યમુખી હનુમાનજી મંદિર, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આજે તારીખ 5 એપ્રિલના રોજ સાંજે 7 વાગ્યે મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડ શેરી નંબર-17, બ્લોક નંબર-12, દાદાના ઉતારા ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.રામનવમીના પર્વ નિમિત્તે આ મહાઆરતીનું આયોજન કરાયું છે. તો દરેક વ્યક્તિને મહાઆરતીમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે. આ મહાઆરતીમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેશે.