મોરબી : રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે લેવામાં આવતી ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટેની NMMS પરીક્ષામાં મોરબીની કપોરીવાડી પ્રાથમિક શાળાનું ધમાકેદાર પરિણામ આવ્યું છે. શાળાના 21 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉતિર્ણ થયા છે.જેમાં 13 વિદ્યાર્થીઓ 100 થી વધુ ગુણ સાથે ઉતિર્ણ થયા છે. ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓમાં ડાભી જાનવી 144, હડિયલ દીપેક્ષ 144, નકુમ મેહુલ 143, નકુમ રાજુ 137, નકુમ ઈશાંત 132, ચાવડા મિરલ 127, નકુમ સંજના 124, ડાભી કૃપાલી 123 જેવા શ્રેષ્ઠ ગુણ સાથે ઉતિર્ણ થયા છે. વિદ્યાર્થીઓએ આ શાનદાર પ્રદર્શન દ્વારા શાળા તેમજ સમાજનું નામ રોશન કર્યું છે. શાળાના આ શ્રેષ્ઠ પરિણામ બદલ વાલી તરફથી શાળાના શિક્ષકો વિજયભાઈ સાણંદિયા, પ્રિયંકાબેન જલુ, સુરેશભાઈ ડઢાણીયા, નરેશભાઈ સરડવા, વર્ષાબેન સરડવા, કલ્પેશભાઈ સનારીયા તેમજ શાળાના આચાર્ય સુનિલભાઈ જોશી વગેરે પર આભાર અને અભિનંદનની વર્ષા થઈ રહી છે.