મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશેમોરબી : મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું 86મું રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદ ખાતે યોજાશે. જેમાં તા. 8 એપ્રિલ 2025ના રોજ શાહીબાગ સરદાર સાહેબના ઐતિહાસિક સરદાર સ્મારકમાં સવારે 11:30 કલાકે મહત્વની કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે. જેમાં તા. 8 એપ્રિલના સવારે 11 કલાકે સરદાર સ્મારક શાહીબાગ ખાતે કોંગ્રેસ કાર્યકરીણીની બેઠક, સાંજે 5 કલાકે સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભા, સાંજે 7:45 કલાકે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે સંસ્કૃતિ કાર્યક્રમ અને તા. 9 એપ્રિલે સાબરમતી તટ અમદાવાદ ખાતે રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ જણાવ્યું હતું કે, આ 86માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં ગુજરાતમાં યોજાનાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ, રાજ્યના પ્રદેશ પ્રમુખો, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે.